Skip to main content
Settings Settings for Dark

ત્રિપુરા : વિપ્લવ દેવએ મુખ્યમંત્રી પદ તરીકે લીધા શપથ

Live TV

X
  • ત્રિપુરાની નવી સરકારની રચના થઈ ગઈ છે. જેમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિતના મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા.

    આસામ રાઈફલ્સ મેદાનમાં બિપ્લવ દેવ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. જ્યારે બિષ્ણુ દેવબવર્માએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે.  આ સાથે જ પૂર્વોત્તરના ત્રિપુરામાં પ્રથમ વખત ભાજપની સરકાર બની છે.  48 વર્ષના દેવે છ માર્ચના રોજ રાજ્યપાલ તથાગત રાયને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. ત્યારબાદ રાજ્યપાલે સરકાર બનાવવા માટે તેમને આમંત્રણ આપ્યું. ભાજપ-ઈન્ડીજીનિયસ પીપલ્સ પાર્ટી ઓફ ત્રિપુરા (આઈપીએફટી) ગઠબંધને ગત અઠવાડિયે આવેલા ચૂંટણી પરિણામમાં જીત હાંસલ કરી અને 25 વર્ષથી ચાલતા સીપીએમના ડાબેરી શાસનનો અંત આણ્યો. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત, ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણી, એમ એમ જોષી, નોર્થ ઈસ્ટ સહિત ભાજપ સાશિત રાજ્યોના મુખ્યપ્રધાનો હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
apply