દિન વિશેષ: વિશ્વ જલપ્લાવિત વિસ્તાર દિવસ, જાણો વેટલેન્ડ શું હોય છે અને આ દિવસ કેમ ઉજવાય છે?
Live TV
-
આજે બીજી કેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે. જળપ્લાવિત વિસ્તારો જેવા કે નદી,સરોવરોના સંરક્ષણ અને જાળવણી અને લોકજાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે. ઈરાનમાં ર કેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ રામસર કન્વેન્સન ઓક વેટલેન્ડનું આયોજન થયું હતું યારથી તેની યાદમાં દર વરસે આ દિવસને વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ગુજરાત જળપ્લાવિત પ્રદેશની દ્રષ્ટીએ સૌથી સમૃદ્ધ રાજ્ય છે. હકીકતમાં જળપ્લાવિત વિસ્તારોની દ્રષ્ટીએ ગુજરાત નંબર વન છે કારણ કે તેના જળપ્લાવિત વિસ્તાર દેશના કુલ વેટલેન્ડ પ્રદેશના 23% જેટલો ઉંચો છે.
જળપ્લાવિત (વેટલેન્ડ) વિસ્તાર એટલે શું?
જળપ્લાવિત વિસ્તાર એવો વિસ્તાર છે જે પાણીથી પુરેપુરો ભરાયેલો હોય અથવા તો ત્યાં પાણીની રેલમછેલ હોય કે પાણીમાં ડુબાડુબ હોય. આ વિસ્તારમાં પાણી કાયમી અથવા ઋતુ (નિયમિત રીતે)ગત ભરાયેલું રહે છે. અવારનવાર કે કાયમી રીતે પાણીથી ભરપૂર રહેતી જમીન બિનપ્રાણવાયુજીવી/પ્રાણવાયુ વાતાવરણનું સર્જન કરે છે જે ક્યારેય પાણીથી ખાલી થતી નથી. આવી જમીનને હાઇડ્રોજનયુક્ત (હાઇડ્રીક) જમીન કહે છે. વધુમાં સમગ્ર વિસ્તારમાં છીછરાં પાણીનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાથી અને બિનવાયુજીવી જમીની વાતાવરણને લીધે ખાસ પ્રકારની વનસ્પતિનો વિકાસ થાય છે. આવી વનસ્પતિ બિનવાયુજીવી જમીની વાતાવરણ કે જેને હાયડ્રોફીટસ (જળતરુ) એટલે કે પાણીમાં ઉગતી સંપૂર્ણ કે અર્ધડુબેલી વનસ્પતિઓ કહે છે તેવી પાણીથી ભરપૂર જગ્યામાં માત્ર વિકસતી જ નથી બલકે તેનું અસ્તિત્વ પણ ટકાવી જાણે છે. સાવ અનોખા પ્રકારની અજૈવિક લાક્ષણિકતાઓ એટલે કે હાઇડ્રોજનયુક્ત જમીન હોવા છતાં અવારનવાર અથવા કાયમી ધોરણે પાણીથી ભરેલી રહે છે અને અનોખા પ્રકારની પાણીમાં ઉગતી સંપૂર્ણ કે અર્ધડુબેલી વનસ્પતિઓ તથા પાણી પર નભતા વિવિધ જીવો એકંદરે એક સાવ અલગ જ પ્રકારની જીવસૃષ્ટીની રચના કરે છે, જેને જળપ્લાવિત જીવસૃષ્ટી (વેટલેન્ડ ઇકોસીસ્ટમ) કહે છે.
