Skip to main content
Settings Settings for Dark

'દિલ્હી દંગલ': આમ આદમી પાર્ટી 43 સીટો પર આગળ, ભાજપની 1 સીટ પર જીત 

Live TV

X
  • બપોરના 3 વાગ્યા સુધીની ગણતરી પ્રમાણે આમ આદમી પાર્ટીએ 19 સીટો પર જીત પ્રાપ્ત કરી છે, તો ભાજપે પણ એક સીટ પર જીત પ્રાપ્ત કરી છે. 

    દિલ્લી વિધાનસભાની 70 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે, જેમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી ત્રીજી વાર દિલ્હીમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, લોકોએ તેમને કામના આધારે વૉટ આપ્યા છે. જો કે ગત ચૂંટણી કરતા ભાજપે આ વખતે સારો દેખાવ કર્યો છે, તો કોંગ્રેસ પાર્ટી પર દિલ્હીની જનતાએ વિશ્વાસ દાખવ્યો નથી. 

    મતગણતરી માટે 33 સુપર વાઈઝર છે, તો તમામ કેન્દ્રો પર ચુસ્ત લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવાઈ છે. મતગણતરી વચ્ચે મુખ્ય પક્ષો જીતના દાવાઓ કરી રહ્યા છે. સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી હાથ ધરાઈ હતી. શરૂઆતી વલણથી જ આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. 

    મહત્વનું છે કે દિલ્લીની 70 વિધાનસભા બેઠકો પર 672 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા અને 8 ફેબ્રુઆરીએ તમામ બેઠકો પર મતદાન યોજાયું હતું.

    જાણો વિગતે-
    કાલકાજી સીટથી આપ પાર્ટીના આતિશીની જીત 
    મોતીનગર સીટથી આપ પાર્ટીના શિવચરણ ગોયલની જીત 
    ઓખલા સીટથી આપ પાર્ટીના અમાન તુલ્લાની જીત 
    બલ્લીમારાન સીટથી આપ પાર્ટીના ઈમરાન હુસૈનની જીત 
    રાજિન્દર નગરથી આપ પાર્ટીના રાઘવ ચડ્ડાની જીત 
    કૃષ્ણાનગરથી આપ પાર્ટીના એસ. કે. બગ્ગાની જીત
    સંગમ વિહાર સીટથી આપ પાર્ટીના દિનેશ મોહનિયાની જીત 
    ગ્રેટર કૈલાશથી આપ પાર્ટીના સૌરભ ભારદ્વાજની જીત 
    સીલમપુર સીટથી આપ પાર્ટીના અબ્દુલ રહેમાનની જીત
    તુગલકાબાદથી આપ પાર્ટીના સહીરામની જીત 
    મટિયામહલથી આપ પાર્ટીના શોએબ ઈકબાલની જીત 
    તિલક નગરથી આપ પાર્ટીના જરનૈલ સિંહની જીત 
    પડપડગંજથી આપ પાર્ટીના મનીષ સિસોદિયાની જીત 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply