દેશમાં 24 કલાકમાં કોરોનાના 64,399 નવા કેસ
Live TV
-
24 કલાકમાં 861ના મોત સાથે દેશમાં કુલ 43,379 દર્દીઓના મોત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64,399 જેટલા નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 861 મોત સાથે અત્યાર સુધી દેશમાં કુલ 43,379ના મોત થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 53,879 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે દેશમાં કુલ 14,80,884 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 6,28,747 દર્દીઓ સારવાર હેઠળ છે. મહત્વનું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,41,06,535 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
