નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 27મી તારીખે દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે
Live TV
-
નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 27મી તારીખે દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન અનુભવાતી તાણ ઘટાડવા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રેરણા આપશે. સમગ્ર દેશ અને વિદેશમાં આવેલી કેન્દ્રીય શાળાઓના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે તેઓ વાર્તાલાપ કરશે અને જીવનને ઉત્સવ તરીકે ઉજવવા માટે પરીક્ષા દરમિયાન તણાવને કેવી રીતે દૂર કરી શકાય તેની ચર્ચા કરે છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પરીક્ષા પે ચર્ચા માટે નોંધણી બે ગણી થઈ છે.
