નીટ, JEE મેઇન્સ અને JEE એડવાન્સની પરીક્ષાઓ મોકુફ
Live TV
-
માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરીયાલ નિશંકે આપી માહીતી
માનવ સંસાધન વિકાસ મંત્રી ,ડો. રમેશ પોખરીયાલ નિશંકે આજે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે એન્જીનીયરીંગ માં પ્રવેશ માટે JEE ની મુખ્ય પરીક્ષા આગામી 1 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર દરમિયાન તો JEE એડવાન્સની પરીક્ષા 27 સપ્ટેમ્બરે લેવામાં આવશે.
જ્યારે મેડીકલ પ્રવેશ માટેની NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બર ના રોજ આયોજીત કરવામાં આવશે. ટ્વીટર ઉપર તેમણે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, હાલ ની સ્થિતિને ધ્યાનમા રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
