નેવીએ ITR રેન્જથી શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલને વર્ટિકલી કરી લોન્ચ
Live TV
-
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ આજે બપોરે 3.20 કલાકે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજમાંથી એક મિસાઈલ છોડી છે, જે દુશ્મનના કોઈપણ હવાઈ હુમલાને નષ્ટ કરી શકે છે. તેની ઝડપ, ચોકસાઈ અને ઘાતકતા જોરદાર છે. આ મિસાઈલ રડારમાં પણ આવતી નથી.
વર્ટિકલ લોન્ચ-શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM), ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી છોડવામાં આવી છે, તેનું નામ હજુ સુધી આપવામાં આવ્યું નથી પરંતુ બરાક-1ની જગ્યાએ યુદ્ધ જહાજોમાં સ્થાપિત કરવાની યોજના છે. પરીક્ષણ દરમિયાન, ભારતીય નૌકાદળે શક્તિશાળી સપાટીથી હવા માર્ગદર્શિત મિસાઈલ વડે ઓછી ઊંચાઈએ ઉડતા લક્ષ્યને તોડી પાડ્યું હતું. મતલબ કે હવે દુશ્મન આ રીતે પણ ભારતને સામે પંગો નહીં શકે, આ મિસાઈલ દુશ્મનનો નાશ કરશે.
મિસાઈલ અંગે જાણકારી
આ મિસાઈલનું વજન 154 કિલો છે. તે DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ મિસાઈલ અંદાજે 12.6 ફૂટ લાંબી છે અને તેનો વ્યાસ 7.0 ઈંચ છે. VL-SRSAM મિસાઈલની રેન્જ 25થી 30 કિલોમીટર છે. તે 12 કિલોમીટરની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેની ઝડપ બરાક-1 કરતા બમણી છે. તે મેક 4.5 એટલે કે 5556.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તે 360 ડિગ્રીમાં ફરે છે અને પોતાના દુશ્મનને ખતમ કરી નાખે છે.આ મિસાઈલનું પરીક્ષણ એટલા માટે કરાયું કે બરાક-1 મિસાઈલને ભારતીય યુદ્ધ જહાજો પરથી હટાવી શકાય અને સ્વદેશી હથિયારો લગાવી શકાય. બરાક-1 મિસાઇલને ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ અને રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ મિસાઈલનું વજન 98 કિલો છે. બરાક-1 સરફેસ ટુ એર મિસાઈલ 6.9 ફૂટ લાંબી છે. તેનો વ્યાસ 6.7 ઇંચ છે. તેની વિશેષતા એ છે કે તેના સૌથી ઉપરના પોઈન્ટેડ ભાગમાં 22 કિલોગ્રામ વોરહેડ રાખી શકાય છે.