પંકજ ત્રિપાઠીએ ચૂંટણી આયોગના નેશનલ આઈકન પદ પરથી રાજીનામું આપ્યું
Live TV
-
ECI પંકજ ત્રિપાઠીના પ્રભાવશાળી યોગદાન માટે આભાર વ્યક્ત કરે છે.
અભિનેતા પંકજ ત્રિપાઠીએ ચૂંટણી આયોગના નેશનલ આઈકન પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણી આયોગે જણાવ્યું કે, ‘પંકજ ત્રિપાઠી આગામી ફિલ્મ ‘મે અટલ હૂં’ માં રાજનૈતિક ભૂમિકા ભજવતા હોવાને કારણે MOU શરતોને ધ્યાનમાં રાખી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. ECI ઓક્ટોબર 2022થી મતદાતા જાગૃતતા અને સ્વીપમાં પંકજ ત્રિપાઠીના પ્રભાવશાળી યોગદાન માટે આભાર વ્યક્ત કરે છે.’
ભારત નિર્વાચન આયોગ લોકતંત્રના પર્વમાં ભાગીદારી માટે મતદાતાઓને પ્રેરિત કરવા માટે વિભિન્ન ક્ષેત્રે પ્રસિદ્ધ ભારતીયોને જોડે છે. ચૂંટણી આયોગે વર્ષ 2022માં પ્રસિદ્ધ અભિનેતા પંકજ ત્રિપાછીને નેશનલ આઈકન તરીકે માન્યતા આપી હતી. અગાઉ વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન મહેન્દ્રસિંહ ધોની, આમિર ખાન અને મેરી કોમ જેવા દિગ્ગજોએ નેશનલ આઈકનની ભૂમિકા ભજવી હતી. ચૂંટણી આયોગે ગયા વર્ષે સચિન તેંડુલકર અને રાજકુમાર રાવની નેશનલ આઈકન તરીકે પસંદગી કરી છે.