પર્વતોમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઠંડીનું જોર વધ્યું
Live TV
-
પર્વતોમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગના અનુસાર, મેદાની વિસ્તારોમાં 3-4 દિવસ સુધી ધુમ્મસથી રાહત નહીં મળે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષા અને પંજાબ, હરિયાણામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે કહ્યું કે, તમિલનાડુ, પુડુચેરી, કેરલ અને લક્ષ્યદ્વીપમાં આગામી 4 દિવસ છૂટાછવાયા વરસાદથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે અસમ, મેઘાય, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, રાજસ્થાન અને હરિયાણાનાં કેટલાક ભાગોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ રહેશે તેવી આગાહી છે. જ્યારે પંજાબની વાત કરીએ તો ત્યાંના પણ કેટલાક ભાગોમાં આગામી 4 દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલો રહી શકે છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.