Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત સાથે કરી મુલાકાત

Live TV

X
  • કેન્દ્ર સરકારે રવિવારે પશ્ચિમબંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈને ઉંડી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી બાદ પણ હિંસા થવી  એ રાજ્ય સરકારની મોટી નિષ્ફળતા છે.

    પશ્ચિમબંગાળ સરકારને આપેલી સૂચનામાં ગૃહમંત્રાલયે રાજ્યમાં કાયદો વ્યવસ્થા શાંતિ અને સૌહાર્દભર્યુ વાતાવરણ બનાવી રાખવાની ટકોર કરી છે. મમતા સરકારને કહેવામાં આવ્યું છે કે છેલ્લાં કેટલાંક દિવસોથી પશ્ચિમબંગાળમાં ચાલી રહેલી હિંસાએ રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને લોકોમાં વિશ્વાસ જાળવી રાખવામાં સરકારની નિષ્ફળતા દેખાઈ રહી છે.

    રાજ્યમાં શાંતિ કાયમ રાખવા માટે જરૂરી તમામ પગલાઓ ભરવામાં આવે. આ ઉપરાંત પોતાના કાર્યમાં બેજવાબદારી દાખવનારા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. તો પશ્ચિમબંગાળની હિંસાને લઈને  રાજ્યના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી  દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન પશ્ચિમબંગાળની સમગ્ર પરિસ્થિતિને લઈને પણ ચર્ચા થઈ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply