પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન
Live TV
-
લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કાનું આજે મતદાન છે. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ચૂંટણી લડી રહેલા 695 ઉમેદવારોનું ભાવિ મતદારો આજે નક્કી કરશે. આ તબક્કામાં ઈવીએમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓના ભાવિનો નિર્ણય કરવામાં આવશે. મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 સુધીનો છે.
