Skip to main content
Settings Settings for Dark

પ્રજાસત્તાક પર્વની પરેડને લઈને દિલ્હી પ્રદેશ ચીફ ઓફ સ્ટાફના મેજર જનરલે કરી પ્રેસવાર્તા

Live TV

X
  • 26મી, જાન્યુઆરીના રોજ યોજાનાર સશસ્ત્ર સેનાઓની પરેડને લઇ દિલ્હી પ્રદેશના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ આલોક કક્કડ દ્વારા વર્ચ્યુઅલ પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પરેડનું સંચાલન 30 મિનીટ ઘટાડવામાં આવ્યું છે. તેમજ માર્ચીંગ કન્ટીજન્ટની સંખ્યા 144થી ઘટાડીને 96 કરવામાં આવી છે. આ તમામ કન્ટીજન્ટ 12 સ્તંભ અને 8 હરોળમાં પરેડ કરશે. જેમાં 6 આર્મી, 1 નેવી અને 1 એરફોર્સના કન્ટીજન્ટનો સમાવશે થાય છે. આ વર્ષે દેશ આઝાદીનો અમૃત મહોત્સ ઉજવતો હોવાથી પરેડની થીમ "અલગ અલગ દશકાઓમાં ભારતીય સેનાના યુનીફોર્મ અને હથિયારો" રાખવામાં આવી છે. જે ભારતીય સશસ્ત્ર સેનાઓની વિરાસતને ઉજાગર કરશે. જેમાં ખાસ કરીને રાજપુત રેજીમેન્ટ 1950ના દશકાનો યુનિફોર્મ અને થ્રી નોટ થ્રી રાઇફલ સાથે સામેલ થશે. આ વખતની પરેડમાં જુનાં અને નવાં આધુનિક હથીયારોનું અનોખું મિશ્રણ જોવા મળશે. 1965 અને 1971ની લડાઇમાં ભારે યોગદાન આપનાર ટેન્કો પણ જોવા મળશે અને સાથે અત્યાધુનિક અર્જુન ટેન્ક પણ જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply