Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીની સુરક્ષામાં ભૂલ મામલે ન્યાયિક તપાસની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

Live TV

X
  • પંજાબમાં પ્રધાનમંત્રીના સુરક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબ યાત્રા દરમિયાન સુરક્ષાની ભૂલનો ઉલ્લેખનીય સુનાવણી આજે સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવશે. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે આ બાબત CJIને મોકલી છે અને કોર્ટને આ ઘટનાની તાત્કાલિક ન્યાયિક તપાસની માંગ કરતી રિટ અરજી પર વિચાર કરવા વિનંતી કરી છે. તો, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ પંજાબ સરકાર પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ બાબતે ગૃહ મંત્રાલયે ત્રણ સદસ્યોની સમિતિ બનાવી છે. આ સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવાલય સચિવ સુધીર કુમાર સક્સેના કરશે. તેમની સાથે IB ના સંયુક્ત નિદેશક બલબીર સિંહ અને એસપીજી આઈજી એસ સુરેશ પણ બેઠકમાં ભાગ લેશે. આ સમિતિને ઝડપથી ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply