Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે ત્રિપુરામાં હવાઇમથકના નવા સંકલિત ટર્મિનલ ભવનનું કરશે ઉદ્ઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રિપુરામાં અનેક વિકાસની યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. મણીપુરમાં પ્રધાનમંત્રી અંદાજે 1 હજાર 850 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલી 13 જેટલી યોજનાઓનું ઉદ્ધાટન કરશે. જ્યારે અંદાજે 2 હજાર 950 કરોડનાં ખર્ચે તૈયાર થનારી 9 યોજનાઓનું શિલાન્યાસ કરશે. આ યોજનાઓમાં રસ્તાઓનાં પાયા મજબૂત તેમજ સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, આવાસ, કૌશલ વિકાસ, કળા સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલી છે. કનેક્ટીવિટીમાં સુધારાની દેશવ્યાપી યોજનાઓનાં અનુરૂપ પ્રધાનમંત્રી 1 હજાર 700 કરોડથી વધુ રકમનાં ખર્ચે તૈયાર થનારી પાંચ રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાઓની આધારશિલા મુકશે. આ રાજમાર્ગ 110 કિલોમીટરનાં અંતરનાં છે. અગરતલામાં પ્રધાનમંત્રી મહારાજા વીર વિક્રમ એરપોર્ટ પર નવા બનાવાયેલા ટર્મિનલ ભવનનું પણ ઉદ્ધાટન કરશે, સાથે જ બે મુખ્ય વિકાસ યોજનાઓનું પણ શુભારંભ કરાવશે. અંદાજે 450 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન મહારાજા વીર વિક્રમ એરપોર્ટનું નવુ ભવન આધુનિક સુવિધાઓ અને નવીનતમ આઈટી સિસ્ટમથી સજ્જ છે. આ ભવન 30 હજાર વર્ગમીટરમાં ફેલાયેલું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply