પ્રધાનમંત્રી આજે દિલ્હીમાં યોજાનાર વીર બાળદિવસ કાર્યક્રમમાં ભાગ લેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં વીર બાલ દિવસ નિમિતે એક ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ વર્ષે 9મી જાન્યુઆરીએ ગુરૂ ગોવિંદસિહના પ્રકાશ પર્વ નિમિત્તે પ્રધાનમંત્રીએ ઘોષણા કરી હતી કે ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના શહીદ દિવસને 26મી ડિસેમ્બરે વીર બાળદિવસ મનાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી લગભગ 300 બાલ કીર્તન મંડળો દ્વારા કરવામાં આવતા 'શબ્દ કીર્તન'માં પણ ભાગ લેશે. આ પ્રસંગે નરેન્દ્ર મોદી દિલ્હીમાં આશરે 3000 બાળકોની માર્ચ પાસ્ટને રવાના કરશે.
