પ્રધાનમંત્રી આજે વર્ચ્યુઅલ રીતે આયોજિત વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટને સંબોધિત કરશે
Live TV
-
ભારત આજથી બે દિવસીય 'વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ'નું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી તેનું ઉદ્ઘાટન કરશે. સમિટની થીમ છે - અવાજની એકતા, હેતુની એકતા એટલે કે એક અવાજમાં સહિયારા હેતુની અભિવ્યક્તિ. આ પરિષદ વિકાસશીલ દેશોને એકસાથે આવવાની અને તેમના મુદ્દાઓ, પરિપ્રેક્ષ્યો અને પ્રાથમિકતાઓને એક મંચ પર શેર કરવાની તક પૂરી પાડશે. આ કોન્ફરન્સમાં 120થી વધુ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલ પ્રધાનમંત્રી મોદીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ અને ભારતના વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતથી પ્રેરિત છે.
