પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ.બંગાળમાં ચૂંટણી સભા સંબોધી, પટનામાં રોડ શો કર્યો
Live TV
-
લોકસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન થઇ ગયું છે અને ચોથા તબક્કાનું મતદાન 13 મે એટલે કે આવતીકાલે યોજાશે. પાંચમાં તબક્કા માટે તમામ રાજકીય પક્ષો આક્રમક પ્રચાર કરી રહ્યા છે... ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્વિમ બંગાળના ચૂંટણી પ્રવાસે હતા. તેમણે બૈરકપુર, હુગલી અને આરામબાગમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે જનતાને CAA અને અનામત સહિત 5 ગેરંટી આપી હતી. તેમણે કહ્યું હતું કે વંચિતોનો જે અધિકાર છે, મોદી તેનો ચોકીદાર છે. તૃણુમુલ કોંગ્રેસને પણ નરેન્દ્ર મોદીએ આડા હાથે લીઘી હતી. પ્રધાનમંત્રીએ કહ્યુ કે TMCએ પશ્વિમ બંગાળને કૌભાંડોનો ગઢ બનાવ્યો છે. આજે પશ્વિમ બંગાળમાં જનતાની વિરોધી સરકાર છે. સાંજે તેમણે બિહારની રાજધાની પટનામાં રોડ શો કર્યો હતો.
તો બીજી તરફ ભાજપાના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રવાસે હતા .અમિત શાહે આજે વારાણસી ખાતે મિડિયા સેન્ટરનું ઉદઘાટન કર્યુ. અમિત શાહ આજે ભાજપના અબકી બાર 400 પારના લક્ષ્યાંકને પાર કરવા માટે સૌથી વધારે લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશના કૌશંબી અને રાયબરેલીમાં જનસભા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગાંધી પરિવારના કારણે રાયબરેલીનો વિકાસ રૂંધાયો છે. તેમણે સવાલ કર્યો હતો કે સોનિયા ગાંધી જીત્યા બાદ કેટલી વાર રાયબરેલી આવ્યા. ત્યારબાદ અમિત શાહે ગૌડામાં પણ જનસભા કરી હતી.
