Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણના રક્ષણ સાથે વિકાસના ફળ સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્વિત કરવા અનુરોધ કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણના રક્ષણ સાથે વિકાસના ફળ સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે તે બાબત સુનિશ્વિત કરવા અનુરોધ કર્યો છે. ચેન્નઈમાં યોજાયેલી પર્યાવરણ અને આબોહવા સાતત્ય અંગેના કાર્યકારી જૂથની બેઠકના સમાપન સત્રમાં વીડિયો માધ્યમથી સમબોધતાં તેમણે આ અનુરોધ કર્યો હતો.

    તેમણે રાષ્ટ્ર સંઘની પેરિસ સમજુતી હેઠળ પર્યાવરણના રક્ષણ માટેની પ્રતિબદ્ધતા કાર્યયોજના સુનિશ્વિત કરવા ઉપર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ પરંપરાગત ઇંધણના સ્થાને પર્યાવરણને અનૂકુળ હોય તેવી પદ્ધતિ વડે વીજ ઉત્પાદનનું લક્ષ્ય ભારતે કેવી રીતે મેળવ્યું છે તેની વિગતો આપી હતી.

    કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા ઇન્ડોનેશિયા અને બ્રાઝીલના મંત્રીઓએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આજે બેઠકમાં આબોહવામાં પરિવર્તન, જૈવ વૈવિધ્ય અને જળસ્રોત વ્યવસ્થાપન અંગેના ટેકનીક્લ ચર્ચા સત્રો યોજાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply