પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને વિકાસશીલ અને વિકસિત વિશ્વ વચ્ચે સેતુરૂપ ગણાવ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રવાસે છે. પ્રધાનમંત્રીએ ભારતને વિકાસશીલ અને વિકસિતવિશ્વ વચ્ચે સેતુરૂપ ગણાવ્યું છે. એક ફ્રેન્ચ અખબાર સાથેની મુલાકાતમાં, PM મોદીએ કહ્યું કે, વિકાસશીલ દેશોના અધિકારો લાંબા સમયથી નકારવામાં આવે છે અને તેના કારણે આ દેશોમાં દુઃખની લાગણી છે. તેમણે કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ભારતે તેનું સ્થાન પાછું મેળવવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને સૌથી મોટો લોકશાહી દેશ રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિમાં કાયમી સભ્ય નથીએ વિચારવા જેવી બાબત છે. શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વ્યાપક સુધારાઓની હિમાયત કરી. પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોનને એશિયા- પ્રશાંત ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યા. શ્રી મોદીએ કહ્યું કે ભારત હંમેશા સંવાદ અને મુત્સદ્દી દ્વારા મતભેદોના શાંતિપૂર્ણ ઉકેલ માટે અને તમામ દેશોના સાર્વભૌમત્વ જાળવી, આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમો આધારિત વ્યવસ્થાનું સન્માન કરવાનો અભિગમ ધરાવે છે.
