પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં 38,800 કરોડ રૂ.થી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં 38 હજાર 800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ સાથે તેમણે મુંબઈ મેટ્રોની બે લાઈનોનો પણ પ્રારંભ કરાવ્યો. સાથે તેમણે બાલા સાહેબ ઠાકરે આપલા દાવખાનાનું પણ ઉદ્ઘાટન કર્યું. આ સાથે સાત સીવેજ પ્લાન્ટનો શિલાન્યાસ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસની આધારશિલા મુકી હતી.
આ અવસરે પીએમ મોદીએ બાંદ્રા ખાતે એક મોટી જાહેર સભાને પણ સંબોધી. જેમાં તેમણે કહ્યું કે, ભાજપ અને NDA સરકાર માટે રાજનીતિ કરવા પહેલા વિકાસ છે. આ માટે અમારી સરકાર દેશના તમામ શહેરોમાં વિકાસના કાર્યો કરી રહી છે. તો, આ કાર્યક્રમમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ મુંબઈ વન મોબાઈલ એપનો શુભારંભ કર્યો હતો.
