પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એબન્ડન્સ ઈન મિલેટ્સ’ ગીતના રજૂ કરાયેલા વિડિયોનું સ્વાગત કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એબન્ડન્સ ઈન મિલેટ્સ’ ગીતના રજૂ કરાયેલા વિડિયોનું સ્વાગત કર્યું હતું. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે 'આ ખૂબ જ સર્જનાત્મક છે અને સ્વસ્થ જીવન જીવવા માટે વધુ લોકોને શ્રી અન્નને અપનાવવા માટે પ્રેરણા આપશે'. ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહના શ્રી અન્નના પ્રોત્સાહિત કરવા માટેના ખાસ ગીતનો સત્તાવાર વિડિયો ગઇકાલે રિલીઝ કરવામાં આવ્યો હતો.
ફાલ્ગુની શાહની વેબસાઈટ પર ગીતની સાથે હિન્દી અને અંગ્રેજીમાં બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ગીત વિશ્વની ભૂખ ઘટાડવાની અન્ય સંભવિત ઉકેલ તરીકે જાડા અનાજ અંગે જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવ્યું છે. વર્ષ 2023 ને ભારત દ્વારા કરાયેલા પ્રસ્તાવને પગલે અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન - FAO તેમજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75મા સત્ર દ્વારા જાડા અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
