Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોરખપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

Live TV

X
  • 12,100 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7-8 જુલાઈ, 2023ના રોજ ચાર રાજ્યોની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી લગભગ 2:30 વાગ્યે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે પહોંચશે, જ્યાં ગીતા પ્રેસ ગોરખપુરના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લેશે. ગોરખપુર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. પ્રધાનમંત્રી લગભગ સાંજે 5 કલાકે વારાણસી પહોંચશે, જ્યાં તેઓ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

    પ્રધાનમંત્રી ગોરખપુરમાં

    પ્રધાનમંત્રી ગોરખપુરમાં ગીતા પ્રેસની મુલાકાત લેશે અને ઐતિહાસિક પ્રિન્ટિંગ પ્રેસના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન ચિત્રમય શિવપુરાણ ગ્રંથનું વિમોચન કરશે અને ગીતા પ્રેસમાં લીલા ચિત્ર મંદિરની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ગોરખપુર રેલવે સ્ટેશનથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ અને જોધપુર-અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ.

    ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ અયોધ્યામાંથી પસાર થશે અને રાજ્યના મહત્વના શહેરોની કનેક્ટિવિટી સુધારશે અને પ્રવાસનને પણ વેગ આપશે. જોધપુર - સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ જોધપુર, આબુ રોડ, અમદાવાદ જેવા પ્રખ્યાત સ્થળો સાથે કનેક્ટિવિટી સુધારશે અને આ પ્રદેશમાં સામાજિક આર્થિક વિકાસને વેગ આપશે. પ્રધાનમંત્રી ગોરખપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટનો શિલાન્યાસ પણ કરશે. આ સ્ટેશનને લગભગ રૂ. 498 કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે અને તે વિશ્વસ્તરીય મુસાફરોની સુવિધાઓ પૂરી પાડશે.

    પ્રધાનમંત્રી વારાણસીમાં

    પ્રધાનમંત્રી  વારાણસીમાં જાહેર કાર્યક્રમ દરમિયાન 12,100 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સમર્પિત ફ્રેટ કોરિડોરની પં. દીનદયાળ ઉપાધ્યાય જંક્શન-સોન નગર રેલવે લાઇનને સમર્પિત કરશે. રૂ.6,760 કરોડથી વધુના ખર્ચે બનેલ આ નવી લાઇન માલસામાનની ઝડપી અને કાર્યક્ષમ અવરજવરને સરળ બનાવશે. પ્રધાનમંત્રી ત્રણ રેલવે લાઈનો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેનું વિદ્યુતીકરણ અથવા ડબલીંગ 990 કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થયું છે. ગાઝીપુર શહેર-ઔનરિહાર રેલ લાઇન, ઔનરિહાર-જૌનપુર રેલ લાઇન અને ભટની-ઔનરિહાર રેલ લાઇનનો સમાવેશ થાય છે. જેથી ઉત્તર પ્રદેશમાં રેલવે લાઈનોનું 100 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ થશે. પ્રધાનમંત્રી NH-56ના વારાણસી-જૌનપુર સેક્શનના ચાર-માર્ગીય પહોળા કરવાની યોજના રાષ્ટ્રને સમર્પિત કરશે, જે રૂ.2,750 કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થઈ છે, જેનાથી વારાણસીથી લખનૌની મુસાફરી સરળ અને ઝડપી બનશે;

    વારાણસીમાં પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર બહુવિધ પ્રોજેક્ટ્સમાં 18 PWD રસ્તાઓનું બાંધકામ અને નવીનીકરણનો સમાવેશ થાય છે; BHU કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય કન્યા છાત્રાલયનું નિર્માણ; સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નૉલૉજી (CIPET)- ગામ કરસરા ખાતે વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર; પોલીસ સ્ટેશન સિંધૌરા, પીએસી ભુલ્લાનપુર, ફાયર સ્ટેશન પિન્દ્રા અને સરકારી રહેણાંક શાળા તરસાડામાં રહેણાંક મકાનો અને સુવિધાઓ; આર્થિક ગુનાઓ સંશોધન સંસ્થા મકાન; મોહન કટરાથી કોનિયા ઘાટ સુધી ગટર લાઇન અને રામના ગામમાં આધુનિક સેપ્ટેજ મેનેજમેન્ટ સિસ્ટમ; 30 ડબલ-સાઇડ બેકલિટ એલઇડી યુનિપોલ્સ; NDDB મિલ્ક પ્લાન્ટ રામનગર ખાતે ગાયના છાણ આધારિત બાયો-ગેસ પ્લાન્ટ; અને દશાશ્વમેધ ઘાટ પર એક અનોખી ફ્લોટિંગ ચેન્જિંગ રૂમ જેટી જે ભક્તોને ગંગા નદીમાં સ્નાન કરવાની સુવિધા આપશે.

    192 ગામોને મળશે પીવાનું શુદ્ધ પાણી

    પ્રધાનમંત્રી દ્વારા જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં ચૌખંડી, કાદીપુર અને હરદત્તપુર રેલવે સ્ટેશનો પાસે 3 ટુ-લેન રેલ ઓવર બ્રિજ (ROB)નું બાંધકામ સામેલ છે; વ્યાસનગરનું બાંધકામ-પં. દીનદયાલ ઉપાધ્યાય જંકશન રેલ ફ્લાયઓવર; અને 15 PWD રસ્તાઓનું બાંધકામ અને નવીનીકરણ. આ પ્રોજેક્ટ્સ લગભગ રૂ.780 કરોડના સંચિત ખર્ચે વિકસાવવામાં આવશે. પ્રધાનમંત્રી જલ જીવન મિશન હેઠળ રૂ.550 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનારી 192 ગ્રામીણ પીવાના પાણીની યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે, જે 192 ગામોમાં 7 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડશે. પ્રધાનમંત્રી મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટની પુનઃ ડિઝાઇન અને પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કરશે. પુનઃવિકાસ ઘાટમાં જાહેર સગવડતા, રાહ જોવાની જગ્યાઓ, લાકડાનો સંગ્રહ, કચરાનો નિકાલ અને ઇકો ફ્રેન્ડલી સ્મશાન ચિતાની જોગવાઈ હશે.

    અન્ય પ્રોજેક્ટ જેનો પાયો નાખવામાં આવશે તેમાં દશાશ્વમેધ ઘાટની ફ્લોટિંગ ચેન્જિંગ રૂમ જેટીની તર્જ પર વારાણસીમાં ગંગા નદી પરના છ ધાર્મિક રીતે મહત્વપૂર્ણ સ્નાન ઘાટ પર ફ્લોટિંગ ચેન્જિંગ રૂમ જેટી અને CIPET કેમ્પસ કરસરામાં વિદ્યાર્થીઓની છાત્રાલયનું નિર્માણ શામેલ છે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં લાભાર્થીઓને PMSvanidiની લોન, PMAY ગ્રામીણ ઘરોની ચાવીઓ અને આયુષ્માન ભારત કાર્ડ્સનું પણ વિતરણ કરશે. આનાથી 5 લાખ PMAY લાભાર્થીઓના ગૃહ પ્રવેશ, પાત્ર લાભાર્થીઓને 1.25 લાખ PMSvanidhi લોનનું વિતરણ અને 2.88 કરોડ આયુષ્માન કાર્ડનું વિતરણ શરૂ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply