Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજુ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારીત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજુ કરશે. હિન્દીમાં મન કી બાત પ્રસારિત થયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પરથી પ્રસારિત કરાશે તથા આકાશવાણી સમાચારની વેબસાઈટ WWW ડોટ ન્યુઝ ઓન એર ડોટ કોમ તથા ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર પણ પ્રસારિત કરાશે. દરમ્યાન આકાશવાણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને દર્શાવતો લોગો ડિઝાઇન કરવા માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.  સહભાગીઓ તેમની અરજી પહેલી ફેબ્રુઆરી 2023 સુધીમાં મોકલી શકે છે. લોગો ડિજીટલ પ્લેટફોર્મ પર તૈયાર થયેલ હોવો જોઈએ. વિજેતાને એક લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર મળશે. અન્ય તમામ વિગતો MyGov.in પોર્ટલ પર ઉપલબ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply