પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 7 અને 8 તારીખે ચાર રાજ્યોની મુલાકાત લેશે
Live TV
-
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન લગભગ 50,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 7 અને 8 તારીખે ચાર રાજ્યોની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી લગભગ 50,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મુલાકાતના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી છત્તીસગઢના રાયપુરમાં લગભગ છ હજાર ચારસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે જ દિવસે તેઓ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે.
બીજા દિવસે, પ્રધાનમંત્રી તેલંગાણાના વારંગલમાં આશરે રૂ. 6,100 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ સહિત વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. બાદમાં, પ્રધાનમંત્રી રાજસ્થાનના બિકાનેરમાં રૂ. 24,300 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી, ત્યાં નવી 30 બેડની કર્મચારીઓની રાજ્ય વીમા નિગમ હોસ્પિટલને પણ સમર્પિત કરશે.
