પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ઇન્ડિયા ગ્લોબલ વીક 2020ના ઉદઘાટન સમારોહને સંબોધન
Live TV
-
30 કરતા પણ વધુ દેશોના 5 હજાર સહભાગીઓ લેશે ભાગ, 3 દિવસ સુધી ચાલનારા આ વર્ચ્યુઅલ સંમેલનનો વિષય છે "બી ધ રીવાઈવલ: ઇન્ડિયા એન્ડ એ બેટર ન્યૂ વર્લ્ડ"
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા ગ્લોબલ વીક-2020 ના પ્રથમ દિવસે પ્રારંભીક સંબોધન કરશે.. ત્રણ દિવસીય ચાલનારા આ વર્ચ્યુલ સંમેલનનો વિષય ''વી ધ રિવાઈવલ ઈન્ડિયા એન્ડ અ બેટર ધ વર્લ્ડ'' રાખવામાં આવ્યો છે... ઈન્ડિયા ગ્લોબલ વીક-2020ના 75 સત્રમાં 30 દેશનાં 5 હજાર વૈશ્વિક પ્રતિભાગીઓમાંથી 250 જેટલાં વક્તાઓ સંબોધીત કરશે..આ આયોજનમાં ભાગ લેનારા ગણમાન્ય વક્તાઓમાં વિદેશમંત્રી એસ.જયશંકર., રેલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ જી.સી.મુર્મુ., ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરૂ., આદ્યત્મિક વક્તા શ્રીશ્રી રવિશંકર., બ્રિટનના વિદેશમંત્રી અને ગૃહસચિવ સહિત ભારતમાં અમેરિકાના રાજદૂત તેમજ અન્ય મહાનુંભાવનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મધુ નટરાજની આત્મનિર્ભર ભારત વિષય પર એક ભવ્ય રજૂઆત પણ દર્શાવવામાં આવશે. અને પ્રસિદ્ધ સિતારવાદક પંડિત રવિશંકરના 100માં જન્મ દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે તેમાના ત્રણ પ્રતિષ્ઠીત વિદ્યાર્થીઓ દ્વારા સંગીતનો એક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે.
