પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કૃષિ અને પર્યટન સાથે સંબંધિત વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરવા જમ્મુ- કાશ્મીર પહોંચ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ બપોરે શ્રીનગર પહોંચશે જ્યાં તેઓ કૃષિ અને પર્યટન સાથે સંબંધિત અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે. તેઓ એક સંકલિત કૃષિ કાર્યક્રમ દેશને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી દેશભરમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની વિશાળ શ્રેણી સાથે સંબંધિત લગભગ 43 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી પ્રવાસન સંબંધિત પ્રથમ દેશવ્યાપી પહેલ, દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ 2024 લોન્ચ કરશે. તેઓ અતુલ્ય ભારતના એમ્બેસેડર બનવા અને ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા NRIsને પ્રેરણા આપવા માટે લેટ્સ ઈન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા અભિયાનની પણ શરૂઆત કરશે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા 5 હજાર કરોડના કાર્યક્રમ 'સમગ્ર કૃષિ વિકાસ કાર્યક્રમ'ને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કાર્યક્રમ સમર્પિત સમર્પિત દક્ષ કિસાન પોર્ટલ દ્વારા લગભગ અઢી લાખ ખેડૂતોને કૌશલ્ય વિકાસથી સજ્જ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત લગભગ 2 હજાર કિસાન ખિદમત ઘરની સ્થાપના પણ કરવામાં આવશે. ઉપરાંત પ્રધાનમંત્રી પ્રવાસન ક્ષેત્રના વધુ પ્રોત્સાહન માટે સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના હેઠળ 1 હજાર 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 52 પ્રવાસન ક્ષેત્રના પ્રૉજેક્ટ્સ લોન્ચ કરશે
ઉપરાંત તેઓ શ્રીનગરના ‘હઝરતબલ મંદિરના સંકલિત વિકાસ’ માટેનો પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.... અહીં તેઓ ચેલેન્જ બેઈઝ્ડ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની જાહેરાત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ‘દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ 2024’ અને ‘ચલો ઇન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા કેમ્પેઈન’ લોન્ચ કરશે. તેમજ જમ્મુ-કાશ્મીરની નવી સરકારી ભરતીઓને નિમણૂકના ઓર્ડરનું વિતરણ કરશે.