પ્રધાનમંત્રી 3 ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે
Live TV
-
પ્રધાનમંત્રી કૃષ્ણગુરુ સેવાશ્રમના ભક્તોને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામના બારપેટા ખાતે કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે આયોજિત વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી કૃષ્ણગુરુ સેવાશ્રમના ભક્તોને પણ સંબોધિત કરશે.પરમગુરુ કૃષ્ણગુરુ ઈશ્વરે વર્ષ 1974માં નાસાત્રા, બરપેટા આસામ ખાતે કૃષ્ણગુરુ સેવાશ્રમની સ્થાપના કરી. તેઓ મહાવૈષ્ણવ મનોહરદેવના નવમા વંશજ છે, જેઓ મહાન વૈષ્ણવ સંત શ્રી શંકરદેવના અનુયાયી હતા. વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન 6 જાન્યુઆરીથી કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે એક મહિના સુધી ચાલતું કીર્તન છે.
