Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી 

Live TV

X
  • બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રવિવારે ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી. આ દરમિયાન અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી પણ હાજર હતી.

    બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના NDA નેતા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે નવી દિલ્હીમાં છે. મોદી આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે.

    નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મોરેશિયસ અને સેશેલ્સના નેતાઓ પણ તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ઉપરાંત, આ નેતાઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
apply