Skip to main content
Settings Settings for Dark

બાઈડેન, પુતિન સહિત 75થી વધુ રાષ્ટ્રાધ્યક્ષોએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા

Live TV

X
  • વિશ્વભરના 75થી વધુ અગ્રણી નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

    વિશ્વભરના 75થી વધુ અગ્રણી નેતાઓએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન સંદેશ મોકલ્યા છે. શુભકામનાઓ આપનારા અગ્રણી નેતાઓમાં યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, યુરોપિયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, લિથુઆનિયાના રાષ્ટ્રપતિ ગિતાન્સ નૌસેદા, સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સામેલ છે.

    જી-20 દેશો ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન અને રશિયાના નેતાઓએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક સહિત કેટલાક વિશ્વ નેતાઓએ, પ્રધાનમંત્રી મોદીને વ્યક્તિગત રીતે અભિનંદન આપવા માટે ફોન પણ કર્યો હતો.

    યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન એ નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને પીએમ મોદીને તેમની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ યુરોપીય સંઘ અને ભારત વચ્ચે સતત ભાગીદારી માટે આતુર છે. યુએઈના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે પણ અભિનંદન પાઠવ્યા હતા.

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને, બુધવારે ફોન પર પ્રધાનમંત્રી મોદીને લોકસભાની ચૂંટણીમાં જીત બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને, મોદી અને એનડીએને લોકસભા ચૂંટણીમાં, જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply