બીટિંગ ધ રીટ્રીટ કેમ યોજાય છે? જાણો આ સમારોહ વિશે જાણી-અજાણી માહિતી
Live TV
-
1950માં ભારત પ્રજાસત્તાક રાજય બન્યું એ પછી બે વાર બિટીંગ ધ રી ટ્રીટનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો. 26 મી જાન્યુઆરી 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપના કારણે તથા 2009માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર વેંકટ રામનનું અવસાન થતા બિટીંગ ધ રી ટ્રીટ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
બીટિંગ ધ રીટ્રીટ એ એક પ્રથા છે જેમાં ભુમિસેના,વાયુસેના અને નૌકાસેનાના બેંડ પરંપરાગત રીતે ધૂન વગાડીને માર્ચ સાથે ભારતમાં પ્રજાસત્તાકની ઉજવણીના આયોજનનું સત્તાવાર સમાપન કરે છે. બીટિંગ ધ રીટ્રીટ સદીઓ જૂની લશ્કરી પરંપરા છે, જ્યારે સૂર્યાસ્ત સમયે સૈનિકોને પરત બોલાવવામાં આવતા હતા. રણશિંગા ફૂંકાતાની સાથે જ સૈન્ય દ્વારા લડાઈ બંધ થઈ જતી હતી. તેથી જ એકાંતના સમયે સ્થિર ઊભા રહેવાની પ્રથા આજે પણ જળવાઈ છે. રંગો અને સ્ટાન્ડર્ડ્સને સુરક્ષિત કન્ટેનરમાં રાખવામાં આવે છે અને ધ્વજોને નીચે ઉતારવામાં આવે છે. આ પરંપરા અંગ્રેજોએ ૧૬ મી સદીમાં શરૃ કરી હતી. ભારતમાં પ્રથમ વખત બીટિંગ રીટ્રીટ સેરેમનીનું આયોજન 1952માં કરવામાં આવ્યું હતું. ત્યારે તેના બે કાર્યક્રમો થયા હતા. પહેલો કાર્યક્રમ દિલ્હીના રીગલ મેદાનની સામે અને બીજો લાલ કિલ્લામાં યોજાયો હતો. આ સમારોહમાં રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ હોય છે. તેમના આગમન પર તેમને રાષ્ટ્રીય સલામી આપવામાં આવે છે.
લશ્કરની ત્રણેય પાંખોના સત્તાવાર બેન્ડની ધૂનો સાથેની કાર્યક્રમની થતી રજૂઆત ઘણી જ રોમાંચકારી હોય છે. 1950માં ભારત પ્રજાસત્તાક રાજય બન્યું એ પછી બે વાર બિટીંગ ધ રી ટ્રીટનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો. 26 મી જાન્યુઆરી 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપના કારણે તથા 2009માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર વેંકટ રામનનું અવસાન થતા બિટીંગ ધ રી ટ્રીટ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ૨૦૧૫ના પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બગીમાં બેસીને પરંપરાગત રીતે સૈનિક ટુકડીઓને બેરકમાં પાછી મોકલી બિટીંગ ધ રી ટ્રીટના મૂળ અંગ્રેજી રિવાજને જીવંત કર્યો હતો. બ્રિટીંગ ધ રી ટ્રીટનો સમારોહ ઇગ્લેન્ડ સહિત દુનિયાના વિવિધ દેશોમાં રાષ્ટ્રીય તહેવારના દિવસે આયોજિત થાય છે.
આ વર્ષે બીટિંગ ધ રીટ્રીટ સમારોહમાં શું છે ખાસ?
રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામ નાથ કોવિંદની હાજરીમાં 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહમાં આ વર્ષની એક વિશેષતામાં એક નવીન ડ્રોન શો હશે. સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ શો પહેલીવાર યોજાઈ રહ્યો છે, જેને 'આઝાદીના અમૃત મહોત્સવ' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ડ્રોન શોનું આયોજન સ્ટાર્ટઅપ બોટલેબ ડાયનેમિક્સ દ્વારા કરવામાં આવ્યું છે અને તેને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી IIT દિલ્હી અને ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નૉલૉજી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ શો 10 મિનિટ લાંબો હશે અને તેમાં સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા લગભગ 1,000 ડ્રોન દર્શાવવામાં આવશે. ડ્રોન શો દરમિયાન સિંક્રનાઇઝ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વગાડવામાં આવશે
ઉત્સાહી માર્શલ મ્યુઝિકલ ટ્યુન આ વર્ષના ફેસ્ટિવલની ખાસિયત હશે. ભારતીય આર્મી, નેવી, એરફોર્સ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ના બેન્ડ દ્વારા રજૂ કરાયેલ કુલ 26 સંગીતવાદ્યો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. એન્ટ્રી બેન્ડ માસ્ડ બેન્ડ 'વીર સૈનિક'હશે. આ પછી પાઇપ્સ અને ડ્રમ્સ બેન્ડ, CAPF બેન્ડ, એર ફોર્સ બેન્ડ, નેવલ બેન્ડ, આર્મી મિલિટ્રી બેન્ડ અને માસ બેન્ડ દ્વારા અનુસરવામાં આવશે. કમાન્ડર વિજય ચાર્લ્સ ડીક્રુઝ સમારોહનું સંચાલન કરશે.
'આઝાદીના અમૃત ઉત્સવ'ની ઉજવણી કરવા માટે ઉત્સવમાં ઘણી નવી શરૂઆત ઉમેરવામાં આવી છે. જેમાં 'કેરળ', 'હિંદ કી સેના' અને 'એ મેરે વતન કે લોગોં'નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ સદા લોકપ્રિય ગીત 'સારે જહાં સે અચ્છા' સાથે સમાપ્ત થશે.
.
