ભાજપના દિગ્ગજ નેતા અને PM Modi આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પ્રચાર કરશે
Live TV
-
PM Modi એ 400 પાર કરવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે દેશમાં વ્યાપક પ્રચાર કરી રહ્યા
ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિગ્ગજ નેતા અને સૌથી મોટા સ્ટાર પ્રચારક PM Modi આજે દેશના બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પ્રચાર કરશે. તેઓ પશ્ચિમ બંગાળમાં એક જનસભાને સંબોધિત કરીને આજના અભિયાનની શરૂઆત કરશે. ભાજપે તેના સૌથી મોટા અને લોકપ્રિય સ્ટાર પ્રચારક PM Modi નો આજનો ચૂંટણી કાર્યક્રમ તેના X હેન્ડલ પર શેર કર્યો છે.
PM Modi આ વખતે સામાન્ય ચૂંટણીમાં 400 પાર કરવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે દેશમાં વ્યાપક પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લઈ રહ્યા છે. ભાજપના એક્સ હેન્ડલ મુજબ PM Modi આજે સવારે 11 વાગે પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં સૌપ્રથમ જનસભાને સંબોધિત કરશે. આ પછી અહીંથી તે સીધો ઓડિશા તરફ જશે. PM Modi આજે ઓડિશામાં ત્રણ સ્થળોએ જાહેર સભાઓને સંબોધશે. PM Modi ની પહેલી જાહેર સભા બપોરે 1 વાગ્યે મયુરભંજમાં, બીજી જાહેર સભા બપોરે 2:30 વાગ્યે બાલાસોરમાં અને ત્રીજી જાહેર સભા સાંજે 4:30 વાગ્યે કેન્દ્રપરામાં યોજાશે.
નોંધનીય છે કે PM Modi એ 28 મેના રોજ ઉત્તર 24 પરગણા જિલ્લાના અશોકનગરમાં જનસભાને સંબોધિત કરતા મોટી વાત કહી. તેમણે કહ્યું હતું કે અમે પૂર્વ ભારતમાં રેલવે, એક્સપ્રેસ વે, જળમાર્ગ, એરપોર્ટ જેવી દરેક રીતે કનેક્ટિવિટી વધારવાનું કામ કર્યું છે. બંગાળમાં મોટાભાગની ફેક્ટરીઓ બંધ છે. યુવાનોને અહીંથી સ્થળાતંર કરવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે હું તમને બીજી ગેરંટી આપી રહ્યો છું, TMC અને વિશ્વની કોઈ શક્તિ સમાન નાગરિક સંહિતાના અમલને રોકી શકશે નહીં.
