Skip to main content
Settings Settings for Dark

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા પીએમ મોદી તેમના ઘરે પહોંચ્યા

Live TV

X
 • ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો  આજે જન્મદિવસ છે. જે આજે 92 વર્ષના થયા છે

   

  ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો  આજે જન્મદિવસ છે. અડવાણી આજે 92 વર્ષના થયા છે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી તેમના આ ખાસ પ્રસંગે શુભેચ્છા પાઠવવા તેમના ઘરે ગયા હતા અને તેમને સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. આ અગાઉ પ્રધાનમંત્રી એ તેમની ટ્વિટ દ્વારા અડવાણી અંગેના તેમના કેટલાક મત વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, વિદ્વાનો, રાજકારણીઓ અને આદરણીય નેતાઓમાંના એક, અડવાણીને નાગરિકોના સશક્તિકરણમાં અભૂતપૂર્વ યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.

  પ્રધાનમંત્રી સાથે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અડવાણીના શિસ્તબદ્ધ જીવનની પ્રશંસા કરી, તેમને અનુકરણીય ગણાવ્યા અને સ્વસ્થ અને લાંબા જીવનની શુભેચ્છા પાઠવી

   

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 20-11-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-11-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-11-2019 Max Temp : °C Min Temp : °C
  • 23-11-2019 Max Temp : °C Min Temp : °C
  • 24-11-2019 Max Temp : °C Min Temp : °C
  • 25-11-2019 Max Temp : °C Min Temp : °C
apply