ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કાની ચૂંટણી માટે ધૂઆંધાર પ્રચાર કરશે
Live TV
-
ભાજપના દિગગ્જ નેતાઓ જે.પી.નડ્ડા અને અમિત શાહ પણ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારમાં સભાઓ ગજવશે
ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કાની ચૂંટણી માટે ધૂઆંધાર પ્રચાર કરશે. તેઓ મહારાષ્ટ્રમાં રેલી તથા રોડ શો કરશે. તેઓ સવા 3 વાગ્યે ડિંડોરીમાં પ્રથમ ચૂંટણી સભા કરશે. ત્યાર બાદ સવા 5 વાગ્યે કલ્યાણમાં બીજી જનસભા કરશે .
ત્યારબાદ મુંબઈ ઉત્તર પૂર્વ બેઠકના ઉમેદવારના મિહિર કોટેચાના પ્રચાર માટે પોણા સાત વાગ્યે રોડ શો પણ કરશે. તો પાંચમા તબક્કા માટે ભાજપના દિગગ્જ નેતાઓ જે.પી.નડ્ડા અને અમિત શાહ પણ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારમાં સભાઓ ગજવશે.
પાંચમા તબક્કાના પ્રચાર માટે વિપક્ષ તેમજ ઇન્ડિ ગઢબંધન પણ પૂરજોશમાં પ્રચારમાં ઝંપલાવશે. આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમેઠીમાં તેમજ રાયબરેલીમાં પ્રચાર કરશે. તો રાહુલ ગાંધી ઓડિશામાં રેલી કરશે. તેમજ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના મતિહારમાં પ્રચાર કરશે. તો ઇન્ડિ ગઢબંધનમાં સામેલ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ બલરામપુર તેમજ ફૈઝાબાદમાં જનસબા કરશે . તો અરવિંદ કેજરીવાલ દિલ્લીમાં કનૈયા કુમાર, જયપ્રકાશ અગ્રવાલ તેમજ ઉદિત રાજના સમર્થનમાં રોડ શો કરશે. જ્યારે માયાવતી ઉત્તર પ્રદેશના બાંદામાં પ્રચાર કરશે.
