ભારતમાં કોરોના વાયરસનો રિકવરી રેટ વધીને 42.88 ટકા થયો
Live TV
-
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો રિકવરી રેટ વધીને 42.88 ટકા થયો.સક્રિય કેસોની સંખ્યા 89 હજાર 987. ચાર હજાર 706 લોકોના થયા મરણ. સક્રિય કેસોની સંખ્યા 89 હજાર 987
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ,દેશમાં કોરોના વાયરસના કેસો પૈકી ,કુલ 71હજાર105 દર્દી અત્યાર સુધીમા સાજા થઇને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. રીકવરી રેટ સુધરીને ,42.88 ટકા થયો છે. દેશમાં સક્રીય કેસની સંખ્યાં, 89 હજાર 987 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના મહામારીના કારણે , અત્યાર સુધીમાં ,4 હજાર 706 લોકો એ , જીવ ગુમાવ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. આ ઉપરાંત મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે ,દેશમાં કોરોનાની રસી, દવા તેમજ ટેસ્ટિંગ અંગે પણ માહિતી આપી હતી.
