Skip to main content
Settings Settings for Dark

ભારતીય કંપનીઓ હવેથી વિદેશમાં લિસ્ટેડ થશે : સીતારામન

Live TV

X
  • નાણાં મંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતીય કંપનીઓ હવે અમદાવાદમાં ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસસ સેન્ટર (આઈએફએસસી) બજાર પર તથા ફોરેન એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટિંગ કરી શકશે. કોવિડ રાહત પેકેજના ભાગરૂપે જાહેરાતના 3 વર્ષ પછી મળેલી મંજૂરીને પગલે સ્થાનિક કંપનીઓ વિદેશોનાં વિવિધ એક્સચેન્જો પર તેમના શેરોના લિસ્ટિંગ દ્વારા વિદેશી ભંડોળ પ્રાપ્ત કરી શકશે. આ અંગેની દરખાસ્ત સર્વપ્રથમ મે, 2020માં મહામારી દરમિયાન જાહેર કરવામાં આવેલા લિક્વિડિટી પેકેજના ભાગરૂપે રજૂ કરવામાં આવી હતી. સ્થાનિક કંપનીઓ દ્વારા સિક્યુરિટીઝનું ડાયરેક્ટ લિસ્ટિંગ હવે વિદેશી અધિકારક્ષેત્રમાં પરવાનગીપાત્ર રહેશે. મને એ જણાવતા આનંદ થાય છે કે સરકારે આઈએફએસસી એક્સચેન્જ પર લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓનાા ડાયરેક્ટલિસ્ટિંગની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. આ ઘણું મહત્વનું પગલું છે. આને પગલે વૈચ્છિક મૂડી પ્રાપ્ત થવામાં મદદ મળી રહેશે, તેમ સીતારામને જણાવ્યું હતું. મંત્રીએ કોપોર્રેટ બોન્ડ માર્કેટને મજબૂત કરવામાં સહાય પૂરી પાડવા એએમસી રેપો ક્લિયરિંગ અને કોપોર્રેટ ડેટ માર્ટે ડેવલપમેન્ટ ફંડ લોન્ચ કરવા માટેના એક કાર્યક્રમમાં વક્તવ્ય આપ્યું હતું. આ સાથે જ એમણે નાણાંકીય બજાર નિયમનકાર્તાઓને તેમના નિર્ણયની અસરકારકતા અને ગુણવત્તા પર ધ્યાન આપવા જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply