ભારતીય કોસ્ટ ગાર્ડ આજે તેનો 46મો રાઈઝિંગ ડે ઉજવી રહ્યું છે
Live TV
-
ભારતીય કોસ્ટ ગાર્ડ આજે તેનો 46મો રાઈઝિંગ ડે ઉજવી રહ્યું છે. 1978માં માત્ર 7 સપાટી પ્લેટફોર્મ સાથે, ભારતીય કોસ્ટ ગાર્ડ હવે તેના કાફલામાં 158 જહાજો અને 70 એરક્રાફ્ટ સાથે એક પ્રચંડ દળ બની ગયું છે. કોસ્ટ ગાર્ડે 2025 સુધીમાં તેના કાફલામાં 200 સપાટી પ્લેટફોર્મ અને 80 એરક્રાફ્ટ રાખવાનું લક્ષ્ય રાખ્યું છે. વિશ્વના ચોથા ક્રમના સૌથી મોટા કોસ્ટ ગાર્ડ તરીકે, ફોર્સે ભારતીય દરિયાકિનારાને સુરક્ષિત કરવામાં અને ભારતના દરિયાઈ વિસ્તારોમાં નિયમો લાગુ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડે છેલ્લા એક વર્ષમાં દરિયામાં એક હજાર 200 થી વધુ લોકોને બચાવ્યા છે અને તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે.
ભારતીય કોસ્ટ ગાર્ડની સૌથી મહત્વની જવાબદારી તેના પ્રદેશમાં દરિયાઈ માર્ગો દ્વારા થતી દાણચોરીને રોકવાની છે. છેલ્લા એક વર્ષમાં, તેણે લગભગ 4,000 કરોડ રૂપિયાના નાર્કોટિક્સ અને પ્રતિબંધિત પદાર્થો જપ્ત કર્યા છે.
