ભારતીય રાજકારણમાં ગરમીનો માહોલ: કેજરીવાલે તિહાર જેલમાં સરેન્ડર કર્યું
Live TV
-
સુપ્રીમ કોર્ટના આદેશ પર હું 21 દિવસ માટે ચૂંટણી પ્રચાર માટે બહાર આવ્યો છું. આ માટે સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ આભાર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
દિલ્હી લિકર પોલિસી કેસમાં તેમની વચગાળાની જામીન શનિવારે (1 જૂન) ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે તેમને 10 મેના રોજ ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા. જામીનનો સમય પૂરો થતાં ,દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે તિહાર જેલમાં સરેન્ડર કર્યું.
આ પહેલા તેઓ આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલય ગયા અને કાર્યકર્તાઓને મળ્યા. તેમણે કહ્યું, 'હું દેશને બચાવવા જેલમાં જઈ રહ્યો છું. મને ખબર નથી કે હું ક્યારે પાછો આવીશ. મને ખબર નથી કે ત્યાં મારું શું થશે.'
દિલ્હીના સીએમએ કહ્યું, '2024ની લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ ગઈકાલે બહાર આવ્યા હતા. લખી લો, આ તમામ એક્ઝિટ પોલ નકલી છે. એક્ઝિટ પોલે રાજસ્થાનમાં ભાજપને 33 બેઠકો આપી હતી, જ્યારે ત્યાં તેમની પાસે માત્ર 25 બેઠકો છે. ખરો મુદ્દો એ છે કે તેઓએ આવું શા માટે કરવું પડ્યું?
કેજરીવાલ પહેલા રાજઘાટ ગયા, પછી હનુમાન મંદિરમાં પૂજા કરી
દિલ્હીના મુખ્યમંત્રી સૌથી પહેલા બપોરે 3.30 વાગ્યે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી કેજરીવાલે કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરમાં ગયા હતા અને પૂજા કરી હતી આ પછી તેઓ આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચ્યા.
કેજરીવાલે જામીન આપવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે. તેમણે આજે X પર લખ્યું- સુપ્રીમ કોર્ટના આદેશ પર હું 21 દિવસ માટે ચૂંટણી પ્રચાર માટે બહાર આવ્યો છું. આ માટે સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ આભાર
