ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાકીય નીતિની સમીક્ષા કરી
Live TV
-
હોમ લોન સહિતની લોન બનશે મોંઘી
ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાકીય નીતિની સમીક્ષા કરી હતી. જેમાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે રેપોરેટ હવે 6.25 થી વધીને 6.50 ટકા કરવામાં આવ્યો છે. રેપોરેટમાં વધારાના કારણે હોમલોન સહિતની વિવિધ લોન મોંઘી થઈ શકે છે. મે 2022 થી અત્યાર સુધીમાં રેપો રેટમાં કુલ 2.50 ટકા વધારો કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ હતુ કે ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂતી યથાવત છે. દરેક ક્ષેત્રમાં વ્યાપક વિકાસ અને વૃદ્ધિ થઈ રહી છે. ભારતમાં વાહનોના ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2023-24માં મોંઘવારીનો દર 4 ટકાથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. નાણાકીય વર્ષ 2023-24 માં રિયલ GDP ગ્રોથ 6.4 ટકા રહેવાની સંભાવના છે.
