ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ચાર દિવસ સુધી દેશના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી
Live TV
-
ભારતીય હવામાન વિભાગે આગામી બે થી ચાર દિવસ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
આજે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, તેલંગાણા અને ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આજે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે.
હિમાચલ પ્રદેશમાં ગઇકાલ રાતથી ઘણા વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે હવામાન વિભાગે ચંબા, કાંગડા અને મંડી જીલ્લાઓમાં બાવીસમી જુલાઈ સુધી ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.
