ભારત ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની વનડે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી
Live TV
-
ભારતે આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંઘ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વનડેમાં ન્યુઝીલેન્ડ સામે શાનદાર જીત મેળવી હતી. આ સાથે ભારતે હવે 3 મેચની વનડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ પર 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતની ટીમે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને પરાજય આપ્યો હતો.
સરળ ચેઝમાં ભારતે 20.1 ઓવરમાં 111 રન બનાવીને 8 વિકેટે મેચ જીતી લીધી હતી. સુકાની રોહિત શર્માએ 50 બોલમાં 51 રન ફટકાર્યા હતા. આ પહેલા ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે 34.3 ઓવરમાં 108 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ શરૂઆતથી જ સંઘર્ષ કરી રહી હતી કારણ કે તેણે ઝડપથી વિકેટો ગુમાવી હતી.
