Skip to main content
Settings Settings for Dark

ભારત બહાર પ્રથમ IIT કેમ્પસ ઝાંઝીબાર, તાંઝાનિયામાં સ્થાપિત કરવામાં આવશે

Live TV

X
  • ડો. જયશંકર હાલ તાન્ઝાનિયાની ચાર દિવસીય મુલાકાતે છે. ઝાંઝીબારના પ્રમુખ ડૉ. હુસૈન અલી મ્વિનીએ ડૉ. જયશંકરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું . વિદેશ મંત્રીએ ઝાંઝીબારના રાષ્ટ્રપતિ સાથે INS ત્રિશુલ પરના સ્વાગતમાં હાજરી આપી હતી.

    વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારતની બહાર પ્રથમ IIT કેમ્પસ તાંઝાનિયાના ઝાંઝીબારમાં બનશે. ઝાંઝીબારમાં IIT મદ્રાસનું કેમ્પસ સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને ઝાંઝીબારના રાષ્ટ્રપતિ હુસૈન અલી મ્વિનીની હાજરીમાં ગઈકાલે રાત્રે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ સંકુલ ભારત અને તાંઝાનિયા વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતાને પ્રતિબિંબિત કરે છે અને સમગ્ર આફ્રિકા અને ગ્લોબલ સાઉથમાં લોકો-થી-લોકોના સંબંધો બનાવવાના ભારતના પ્રયાસોની યાદ અપાવે છે. ડૉ. જયશંકરે ટ્વીટમાં કહ્યું છે કે, આ ઐતિહાસિક પગલું વૈશ્વિક દક્ષિણ તરફ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 ની ભલામણ મુજબ સારી કામગીરી કરનાર ભારતીય યુનિવર્સિટીઓને અન્ય દેશોમાં કેમ્પસ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

    એક ટ્વિટમાં ડૉ. જયશંકરે રાષ્ટ્રપતિ સાથેની તેમની મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારી માટે રાષ્ટ્રપતિની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. વિદેશ મંત્રીએ કહ્યું કે અમારી વિકાસ ભાગીદારી અને સંરક્ષણ સહયોગ ગાઢ રીતે જોડાયેલા છે. આ દરમિયાન ડૉ. જયશંકર તાંઝાનિયાના વિદેશ મંત્રી સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરશે અને સંયુક્ત આયોગની 10મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. તેઓ લાઇન ઓફ ક્રેડિટ હેઠળ ભારત સરકારના સહયોગથી વિકસિત પાણી પુરવઠા પ્રોજેક્ટની મુલાકાત લેશે અને તાંઝાનિયાના નેતાઓને મળશે. EAM ભારત સંસદીય મિત્રતા જૂથના સભ્યો સાથે બેઠક પણ કરશે અને ભારત-તાંઝાનિયા બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરશે. બાદમાં તેઓ ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે અને દરેસ સલામમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply