Skip to main content
Settings Settings for Dark

ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાત કરી, ગુરુવારે પ્રજાજનોને સાંભળશે

Live TV

X
  • ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલે તેમના એક દિવસિય દિલ્હી પ્રવાસ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની આ શુભેચ્છા મુલાકાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભુપેન્દ્ર પટેલને સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજીવાર મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ આગામી ગુરુવારે, ૨૨મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે. 

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા 'સ્વાગત' - સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક  આગળ ધપાવી છે.

    આ સંદર્ભમાં મુખ્યમંત્રી ગુરુવારે તા. ૨૨મી ડિસેમ્બરે બપોરે ૩ કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ,સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે યોજાનારા રાજ્ય 'સ્વાગત' કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply