Skip to main content
Settings Settings for Dark

મનસુખ માંડવિયા આજે બિહાર, ઝારખંડ, ઓડિસા, પ. બંગાળ અને છત્તીસગઢમાં કોવિડ સ્થિતિની સમીક્ષા કરશે

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે બિહાર, ઝારખંડ, ઓડિસા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં કોવિડની સ્થિતિની વર્ચ્યુઅલ સમીક્ષા કરશે. આ પહેલાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ગઇકાલે કોરોના સ્થિતીની સમીક્ષા માટે દક્ષિણના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના આરોગ્યમંત્રીઓ સાથે ઉચ્ચ કક્ષાની વર્ચ્યુઅલ બેઠક કરી હતી. 

    આ બેઠકમાં ઓમિક્રોન વેરિઅન્ટનો સામનો કરવાના ઉપાયો અને જાહેર આરોગ્યની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ ઇ-સંજીવની અને હોમ આઇસોલેશનમાં રહેતા સંક્રમિતો પર નજર રાખવા પર ભાર મુક્યો હતો. તેમણે 15 થી 17 વર્ષની ઉંમરના કિશોર કિશોરીઓના રસીકરણને પ્રોત્સાહન આપવા પણ અનુરોધ કર્યો હતો. બેઠકમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તેલંગાણા,લક્ષદ્વિપ, તામિલનાડુ, પોંડીચેરી તેમજ આંદામાન નિકોબાર ટાપુના આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય અધિકારી સામેલ થયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply