Skip to main content
Settings Settings for Dark

મનસુખ માંડવીયા દ્વારા 6 રાજ્યના ખેડૂતો સાથે કૃષિ ઉત્પાદનને લઈને ચર્ચા કરવામાં આવી

Live TV

X
  • ખૂબ જ સહેલાઈથી તમામ પ્રકારના ખાતર સાથે ગુણવતા સભર દવા બિયારણ અને નેનો ટેકનોલોજી યુક્ત ખાતર મળી રહ્યું છે

    ભારત દેશના કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવીયા દ્વારા 6 રાજ્યના ખેડૂતો સાથે કૃષિ ઉત્પાદનને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વડોદરા ખાતેના જીએસએફસીમાં આવેલા પ્રધાનમંત્રી કૃષિ સેવા કેન્દ્રમાં પણ ખેડૂતોએ ભાગ લીધો હતો અને આજે તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ પાંડવિયા સાથે સીધો સંવાદ કર્યો હતો.

     કેન્દ્રીય મંત્રી એ ખેડૂતોની કમાણી વધારવા માટે ખેતી કરવાની પદ્ધતિમાં ફેરફારનો આગ્રહ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અગાઉના સમયે એક જ જગ્યા પર ખાતર કેન્દ્રો ખાતે ખાતર સિવાય કાંઈ મળતું નહોતું, પરંતુ હવે પ્રધાનમંત્રી કૃષિ સેવા કેન્દ્ર ખાતે ખૂબ જ સહેલાઈથી તમામ પ્રકારના ખાતર સાથે ગુણવતા સભર દવા બિયારણ અને નેનો ટેકનોલોજી યુક્ત ખાતર મળી રહ્યું છે. જેના કારણે ખેડૂતોમાં તાલીમ સાથે આ કેન્દ્રમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય છે.  જેનાથી ખેડૂતો આધુનિક ખેતી તરફ વળી શકે છે. સુંદર વ્યવસ્થાને કારણે હવે ખેડૂતો પોતાની આવક વધારી શકવા સક્ષમ બની શકશે. ઉપરાંત, આધુનિક અને મોડલ ફોર્મિંગ ખેતી પર ભાર મૂક્યો હતો..

    કેન્દ્રીય મંત્રીએ છ રાજ્યોના ખેડૂતો સાથે લાઈવ ચર્ચા કરી હતી. જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને પંજાબના ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરાના ખેડૂતો પણ જીએસએફસી ખાતે આવેલા પ્રધાનમંત્રી કૃષિ સેવા કેન્દ્રમાં રહી કેન્દ્રીય મંત્રીને પોતાના પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને ઝીણવપૂર્વક કેન્દ્રીય મંત્રીની વાતો સાંભળી હતી અને ખેડૂતોની સાથે કેન્દ્રીય મંત્રીએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply