મન કી બાત' કાર્યક્રમની 113મી કડી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે કર્યો સંવાદ
Live TV
-
મન કી બાત' કાર્યક્રમની 113મી કડી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે કર્યો સંવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે મન કી બાતની 113મી કડીમાં સ્પેસ સ્ટાર્ટઅપ, તિરંગા અભિયાન, મધ્ય પ્રદેશના ઝાબુઆના સફાઇ કર્મચારીઓની પહેલ, નેશનલ સ્પેડ ડે તેમજ ચંદ્રયાન સહિત અસમના તિનસુકિયામાં ગિબન્સની જાળવણીના પ્રયાસો જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ઝાંબુઆના સફાઇ કર્મીઓની પ્રશંસા કરી તો ટોય રિસાયકલિંગ અને સપ્ટેમ્બર માસમાં આવતા પોષણ માસ તેમજ તહેવારો અંગે પણ દેશવાસીઓ સાથે વાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને કોઈપણ રાજકીય પૃષ્ઠભૂમિ વિના રાજકારણમાં ભાગ લેવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે આ વર્ષે તેમણે લાલ કિલ્લા પરથી રાજકીય પૃષ્ઠભૂમિ વગરના એક લાખ યુવાનોને રાજકીય વ્યવસ્થા સાથે જોડવાનો કોલ આપ્યો છે. આ અંગે જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ બતાવે છે કે આપણા યુવાનો કેટલી મોટી સંખ્યામાં રાજકારણમાં આવવા તૈયાર છે. તેઓ માત્ર યોગ્ય તક અને યોગ્ય માર્ગદર્શનની શોધમાં છે.