'મન કી બાત' કાર્યક્રમ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માંગ્યા સૂચનો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 જુલાઈના રોજ પ્રસારિત થનારી 'મન કી બાત' માટે સૂચનો આપનાર લોકોનો શુક્રવારે સવારે આભાર વ્યક્ત કર્યો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 જુલાઈના રોજ પ્રસારિત થનારી 'મન કી બાત' માટે સૂચનો આપનાર લોકોનો શુક્રવારે સવારે આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમના કાર્યક્રમ મન કી બાત માટે સૂચનો પણ માંગ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોસીયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યુ કે મને આ મહિનાની 28મીએ રવિવારે પ્રસારીત થનાર 'મન કી બાત' માટે ઘણા બધા સૂચનો મળી રહ્યા છે.મને જાણીને આનંદ થયો કે ઘણા બધા યુવાનો ખાસ કરીને આપણા સમાજને બદલવાના હેતુથી સામૂહિક પ્રયાસો કરવા આગળ આવી રહ્યા છે વધુને વધુ લોકોને તેમના સૂચનો આપવા પ્રોત્સાહિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "તમે My GOV, NaMo એપ પર સૂચનો શેર કરી શકો છો અથવા 1800-11-7800 પર તમારો સંદેશ રેકોર્ડ કરી શકો છો.નાંધનીય છે કે 'મન કી બાત' વડાપ્રધાન મોદીનું માસિક રેડિયો સંબોધન છે, જેમાં તેઓ રાષ્ટ્રીય મહત્વની બાબતો પર ચર્ચા કરે છે.
30 જૂને યોજાયેલી 'મન કી બાત'માં વડાપ્રધાને લોકોને 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે જો હું તમને પૂછું કે દુનિયાનો સૌથી કિંમતી સંબંધ કયો છે તો તમે ચોક્કસ કહેશો - 'મા'. આપણા બધાના જીવનમાં 'મા'નું સ્થાન સર્વોચ્ચ છે. દરેક દુ:ખ સહન કર્યા પછી પણ માતા પોતાના બાળકનું ધ્યાન રાખે છે. દરેક માતા પોતાના બાળક પર સ્નેહ વરસાવે છે. આપણી જન્મદાતાનો આ પ્રેમ આપણા સૌના ઋણ જેવો છે જે કોઈ ચૂકવી શકે તેમ નથી.
"મેં મારા તમામ દેશવાસીઓને, વિશ્વના તમામ દેશોના લોકોને અપીલ કરી છે કે તેઓ તેમની માતા સાથે અથવા તેમના નામ પર એક વૃક્ષ વાવે, અને મને આનંદ થાય છે કે આ અભિયાન વધુમાં વધુ લોકો જોડાઇ રહ્યા છે અને વૃક્ષો વાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે.