Skip to main content
Settings Settings for Dark

યુએસ સ્પેસ એજન્સી નાસાને ચંદ્રયાન 2 નો વિક્રમ લેન્ડર મળ્યો , NASAનું ટ્વીટ

Live TV

X
  • નાસાએ ઉપગ્રહની એક તસવીર જાહેર કરી છે જેમાં વિક્રમ લેંડર દ્વારા અસરગ્રસ્ત સ્થાન દર્શાવવામાં આવ્યું છે

    ચંદ્રની સપાટી પર તૂટી ગયેલા ચંદ્રયાન 2 ના વિક્રમ લેન્ડરનું નંખાઈ, યુએસ સ્પેસ એજન્સી નાસા દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે. મંગળવારે સવારે, તેમના લૂનર રિકનેન્સેસ ઓર્બિટર (LRO)એ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યું છે.જેનું નાસા દ્વારા ટ્વીટ કરી ફોટો પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે.. જેમાં વિક્રમ લેન્ડર દ્વારા અસરગ્રસ્ત સ્થાન દર્શાવવામાં આવ્યું હતું. નાસાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ચંદ્ર સપાટી પર વિક્રમ લેન્ડર મળી આવ્યો છે. ચિત્રમાં વાદળી અને લીલા બિંદુઓ દ્વારા વિક્રમ લેન્ડરનું કાટમાળ ક્ષેત્ર બતાવવામાં આવ્યું છે.નાસાના દાવા અનુસાર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ તેની ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળ્યો છે. કાટમાળના ત્રણ સૌથી મોટા ટુકડા 2x2 પિક્સલના છે. નાસાએ રાત્રે લગભગ 1:30 વાગ્યે વિક્રમ લેન્ડરના ઇમ્પેક્ટ સાઇટની તસવીર જાહેર કરી અને જણાવ્યુ કે તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા છે.નાસાના જણાવ્યા અનુસાર વિક્રમ લેન્ડરની તસવીર એક કિલોમીટર દૂરથી લીધી છે. આ તસવીરમાં સોઇલ ઇમ્પેક્ટ પણ દેખાય છે. તસવીરમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે ચંદ્રની સપાટી પર જ્યાં વિક્રમ લેન્ડર ક્રેશ થઇને પડ્યું હતું ત્યાં સોઇલ ડિસ્ટર્બન્સ (માટીમાં હલચલ) થઇ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply