Skip to main content
Settings Settings for Dark

રક્ષામંત્રી રાજનાથ સિંહે BRO દ્વારા નિર્મિત 6 પુલોનું ઉદ્દઘાટન કર્યું

Live TV

X
  • સરહદી વિસ્તારોમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનદ્વારા માર્ગો અને પૂલ નિર્માણના કાર્યો પુરજોશમાં ચાલી રહ્યા છે. BRO દ્વારા નવનિર્મિત 6 પુલોનું આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે ઉદ્ધાટન કર્યું હતું.

    વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રક્ષામંત્રીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. B.R.O. એટલે કે, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા સરહદી વિસ્તારોમાં સેનાને પહોંચવા માટે સરળ માર્ગો અને પુલ વગેરેના નિર્માણનું અતિ મુશ્કેલ કાર્ય કરવામાં આવે છે. મંગલવારે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે B.R.O. ના ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત કરી હતી.

    આ બેઠકમાં રક્ષામંત્રીએ , B.R.O.ના મહાનિદેશક સાથે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરી હતી અને તમામ કાર્યોને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટેના નિર્દેશ આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19નાં કારણે લગાવેલા પ્રતિબંધો છતાં પણ B.R.Oએ વિવિધ પરિયોજનાઓની પ્રગતિ માટે કાર્ય સતત યથાવત રાખ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply