રાષ્ટ્રપતિએ તેલંગાણામાં સમક્કા સરલમ્મા જનજાતિ પૂજારી સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કર્યું
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેલંગાણાની મુલાકાતે છે. ત્યારે આજે તેમણે સમક્કા સરલમ્મા જનજાતિ પૂજારી સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કર્યું હતું . તેમણે જણાવ્યું હતું કે તીર્થ સ્થળોના વિકાસકાર્યો સાથે જોડાઈને ખુશીની લાગણી અનુભવું છું. તેમણે ઉમેર્યું હતું કે, ઘરેલુ પ્રવાસનના વિકાસમાં તીર્થસ્થળોનું મહત્વનું યોગદાન છે. રાષ્ટ્રપતિ શ્રી સીતારામચંદ્ર સ્વામીવરી દેવસ્થાનમની પણ મુલાકાત લેશે . આ ઉપરાંત તેઓ ભદ્રાચલમમાં પર્યટકો માટેની પાયાની સુવિધાઓની આધારશિલા પણ મુકશે. રાષ્ટ્રપતિ વારાંગલ જિલ્લામાં પર્યટક મંત્રાલયની પ્રસાદ પરિયોજનાનો પણ શુભારંભ કરશે.
