Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ આજે તેલંગાણા ખાતે શ્રી સીતા રામચંદ્રસ્વામી દેવસ્થાનની મુલાકાત કરશે

Live TV

X
  • તેલંગાણા વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા આયોજીત સમક્કા સરલામ્મા જનજાતિ પુજારી સંમેલનનું ઉદઘાટન પણ કરશે.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેલંગાણાની મુલાકાતે છે. તેઓ આજે ભદ્રાચલમ ખાતે શ્રી સીતારામ ચંદ્રસ્વામી દેવસ્થાનની મુલાકાત કરશે. તેઓ ભદ્રાચલમમાં પર્યટકો માટેની પાયાની સુવિધાઓની આધારશિલા મુકશે. તેલંગાણા વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા આયોજીત સમક્કા સરલામ્મા જનજાતિ પુજારી સંમેલનનું ઉદઘાટન પણ કરશે. રાષ્ટ્રપતિ વારાંગલ જિલ્લામાં પર્યટક મંત્રાલયની પ્રસાદ પરિયોજનાનો શુભારંભ પણ કરશે.

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ  ગઈકાલે હૈદરાબાદમાં કેશવ મેમોરિયલ એજ્યુકેશનલ સોસાયટીના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે શિક્ષણના પાયાથી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે..આપણે કન્યા શિક્ષણ ઉપર વિશેષ ભાર આપવાની જરુર છે..રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીની  મુલાકાત લીધી હતી અને  ભારતીય પોલીસ સેવાની 74મી આરઆર બેચના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કર્યું. હૈદરાબાદમાં મિશ્ર ધાતુ નિગમ લિમિટેડની વ્હાઇટ પ્લેટ મિલનું ઉદઘાટન પણ કર્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મૂ પાંચ દિવસના તેલંગાણા પ્રવાસે છે. રાષ્ટ્રપતિએ શ્રી શૈલમ મંદિરની મુલાકાત કરીને ભગવાન મલ્લિકાર્જૂનની પૂજા પણ કરી હતી. તે પછી રાષ્ટ્રપતિએ પ્રસાદ યોજના હેઠળ પર્યટન સેવાનું પણ ઉદઘાટન કર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply